Menu
  • News paper
  • Video
  • Audio
  • CONTACT US
  • ટીમ પરિવર્તન   14 June 2019 8:52 PM

    અંતરાય કર્મ નિવારણ પૂજા બુક

     ઓપન બુક પરીક્ષા

    આપણે જોયું ને કે ઘણી વાર કોઇ સારા કામમાં આપણી ઇચ્છા હોવા છતાં આપણા એ કામ ઉલટા પડે છે..ખાવાની ઇચ્છા હોવા છતાં તે છીનવાઈ જાય છે..

    આવા અનેક સવાલોના જવાબ રૂપે આપણી સામે રજૂ થાય છે આઠમાં નંબરનું "અંતરાય કર્મ."

    અંતરાય કર્મ કહે છે કે મારૂં કામ અંતરાય કરવાનું - અટકાવવાનું છે...બહારની દુનિયામાં ભલે તમને એમ લાગતું હોય કે મહેમાન અાવ્યા ને એમણે મને મિઠાઈ ખાતા અટકાવ્યાં..નવા કપડા સીવડાવી ને હજી પહેરી ને ફરવા બહાર નીકળ્યાં ત્યાં તો સંબંધિના મરણ ના સમાચાર મળ્યાં અને નવા કપડા પહેરતાં અટકાવ્યા...

    અરે.....!!! એમનો કોઈ દોષ નથી પણ તેઓ તો માત્ર નિમિત્ત જ છે.હકીકતમાં તે બધું કાર્ય પડદા પાછળ રહીને અંતરાય કર્મ જ કરે છે..

    આત્મારૂપી સૂર્યમાં તો અનંતી શક્તિ છે અને તે ધારે તે કામ કરી શકે છે એના માટે કોઈ કામ ઈમ્પોસિબલ નથી..."આત્માના આ અનંત વીર્ય એટલે કે શક્તિને અનેક રીતે ઢાંકનારૂ જે વાદળ આવે છે તેનું નામ જ અંતરાય કર્મ." આના કારણે જ અનંત શક્તિ નો સ્વામી આપણો આત્મા બિચારો સાવ ગળિયા બળદ જેવો બની જાય છે.

     


    STAY CONNECTED

    FACEBOOK
    TWITTER
    YOUTUBE