Menu
  • News paper
  • Video
  • Audio
  • CONTACT US
  • Himansu Sheth   12 April 2019 10:47 PM

    શ્રી શત્રુંજય ગિરિરાજ ઉપર સફેદ પટ્ટા કરવાનો લાભ - 2019

    કલ્યાણ મિત્ર મંડળ દ્વારા ઉનાળાની શરૂઆત થતા જ શ્રી શત્રુંજય ગિરિરાજ પર ઉપર ચડવાના રસ્તે શરૂઆતના આશરે 1000 દાદરામાં જાતે જ સફેદ પટ્ટા કરવાનો લાભ આ વર્ષે પણ લેવામાં આવ્યો હતો. આ સફેદ પટ્ટાથી ઉનાળાની અસહ્ય ગરમીમાં જાત્રાએ આવનાર અનેક સાધુ-સાધ્વીજી ભગવંતો તથા હજારો શ્રાવક-શ્રાવિકાઓને શાતા મળશે. સાથે-સાથે ચોમાસું બેસતા થતી નિગોદ(લીલ) થી પણ જયણા પળાશે. 

    આ સફેદ પટ્ટા કરવા માટે આણંદજી કલ્યાણજી પેઢીએ કલ્યાણ મિત્ર મંડળ, અમદાવાદને લાભ આપ્યો હતો. કલ્યાણ મિત્ર મંડળ પરિવારના 16 સભ્યોએ કોઈ પણ મજુર કે માણસની મદદ વિના ૨ દિવસ-રાત માટેનું આ કાર્ય જાતે જ આ કાર્ય હાથમાં લીધું. સફેદ પટ્ટા કરવાની દરેક જગ્યાએ સરખી સાફ-સફાઈ કરી પૂરી જયણા સાથે કાર્ય કરવાનો પ્રયત્ન કર્યો હતો. 

    જ્યાં લાખો ભાવિકો દાદા આદિનાથને દર વર્ષે ભેટવા આવે છે એવા શાશ્વત ગિરિરાજ પર આવનારને શાતા મળે અને ચોમાસામાં નિગોદથી રક્ષણ મળે તેવા સફેદ પટ્ટા જાતે જ કરવાના કાર્યમાં જોડાનાર સર્વે પુન્યશાળીઓની ખુબ ખુબ અનુમોદના.


    STAY CONNECTED

    FACEBOOK
    TWITTER
    YOUTUBE