Menu
  • News paper
  • Video
  • Audio
  • CONTACT US
  • મનોજ ડેલીવાળા,   20 October 2018 11:11 PM

    સાધુ વેશની મહત્તા....

    મિત્રો... દેવલોકના એક - બે નહીં પરંતુ અસંખ્ય દેવો પંચ મહાવ્રતને અંગીકાર કરવા અને સાધુપણાને ઝંખી રહ્યાં છે.ખૂબ જ પ્રચલિત એક કથા છે ચાલો તેને માણીએ....
    પ્રાચીન સમયમાં એક ગામથી બીજે ગામ જવા લોકો પગપાળા અથવા બળદગાડામાં કે ઘોડે સવાર થઈને જતાં હતાં. એક વખત એક શેઠ તેઓના પુત્રો સાથે વ્યાપાર અર્થે જઈ રહ્યાં હતાં. રસ્તામાં અટવી - જંગલ આવ્યું. સુખી સંપન્ન શેઠની તબિયત અચાનક અસ્વસ્થ થઈ. જૂની પેઢીના અનુભવી શેઠને પોતાનું મૃત્યુ નજીક દેખાવા લાગ્યું. શેઠ ધમૉનુરાગી હતાં એટલે પ્રભુનું સ્મરણ કરવા લાગ્યાં,સાથે રહેલા દિકરાઓને કહ્યું વત્સ ! પરલોકે પ્રયાણ કરવાનો સમય આવી ગયો છે. સુપુત્રોએ પૂછ્યુ પિતાશ્રી ! આપની કોઈ ઈચ્છા છે ? બાપુજીએ કહ્યું... દિકરાવ નજીમાં જો કોઈ જૈન સાધુ હોય તો તેઓના દશૅન કરવાની અંતિમ ઈચ્છા છે. આજ્ઞાકિંત પુત્રોએ આજુબાજુ નજર દોડાવી,પરંતુ આ અટવીમાં જૈન સાધુ કયાં મળે ? થોડે દૂર ચાલતા હતાં ત્યાં એક બહુરૂપીનો ભેટો થયો એટલે પુત્રોએ કહ્યું અમારૂ એક કામ કરશો તો મો માગ્યુ મહેનતાણું અને ઈનામ આપીશું. બહુરૂપી કહે બોલો શું કામ છે ?દિકરાઓએ સમજાવ્યું કે જો આ સફેદ ધોતી ,પછેડી અને મુખ ઉપર સફેદ વસ્ત્ર પહેરી અમે જે નવકાર મંત્ર બોલીએ છીએ તે તમારે અમારા બાપુજી પાસે આવી સંભળાવવાનો છે.બહુરૂપી કહે ભલે....બધા બાપુજી પાસે પહોંચ્યા. ધમૉનુરાગી બાપુજી કે જેઓએ આખી જિંદગી ધમૅ ભાવનું ઘૂંટણ અને ઘોલણ કરેલું.. શ્ર્વેત વસ્ત્રમાં આવેલી વ્યક્તિને નિહાળતા જ ભાવ વિભોર થઈ ગયાં. સાધુના વેશમાં આવેલા બહુરૂપી નમસ્કાર મહા મંત્રનું સ્મરણ ચાલુ કર્યું... નમો અરિહંતાણ...નમો સિધ્ધાણં અને નમો લોએ સવ્હ સાહૂણં આવ્યું અને બાપુજીની આંખ કાયમ માટે મિચાઈ ગઇ અને તેઓનો આત્માએ પર લોકે પ્રયાણ કર્યું. ઉપકારી પિતાશ્રીની અંતિમ ઈચ્છા પૂરી કર્યાનો સુપુત્રોને અનહદ આનંદ થયો.આ કાયૅમાં નિમિત્ત બનેલા બહુરૂપીને કહ્યું લાવો અમારા સફેદ વસ્ત્રો અને લ્યો તમારા પંચરંગી વસ્ત્રો.અને બોલો કેટલા રૂપિયા તમને દેવાના ? મિત્રો...બહુરૂપીનો જવાબ સાંભળવા જેવો છે.બહુરૂપીએ જોમ અને જુસ્સા સાથે કહ્યું કે માત્ર બે - પાંચ કે પચ્ચીસ મિનિટ આ વેશ પહેરવાથી મને આટલા રૂપિયા મળતા હોય અને મારૂ દારિદ્ર દૂર થતું હોય તો યાવત્ જીવન સુધી જો હું આ સાધુ વેશને ધારણ કરુ તો કેટલો લાભ થતો હશે ?  હવે તમે બોલો કે  આ સફેદ વેશના તમારે કેટલા રૂપિયા જોઈએ છે ? મારા શરીર ઉપર ધારણ કરેલો આ સાધુનો વેશ હવે કદી ઉતરશે નહીં.
    કહેવાનું તાત્પયૅ એ છે કે  જૈન


    STAY CONNECTED

    FACEBOOK
    TWITTER
    YOUTUBE