Menu
  • News paper
  • Video
  • Audio
  • CONTACT US
  • Devlok Jinalaya   17 September 2018 3:58 PM

    ક્યારેક પુણ્ય પણ ખૂટી જાય છે

    મૂળ થરાદ ના વતની, ભાયંદર ના રહેવાસી શ્રી ભાગ્યવાન ભાઇ ના સુપુત્ર *વંદન ભાઇ* ...

    નામ માં જ વંદન, અને નામ એવા ગુણો થી યુક્ત જીનશાસન નું ગૌરવ કહેવાય એવા તપોવન ના વીર સૈનિક ...વંદન ભાઇ...

    કુમળી વય, સૌમ્ય ચહેરો, વિનય-વિવેક પૂર્ણ વ્યવહાર, અવાજ માં મૃદુતા, અને ચહેરા પર વય ના પ્રમાણ માં અનેકગણું વધુ ગાંભિર્ય...

    ૧૪ વર્ષ ની નાની વયે કોલકાતા-હાવડા સ્થિત શ્રી એપાર્ટમેન્ટ ના શ્રી આ્દિશ્વર જૈન ટેમ્પલ ટ્રસ્ટ સંઘ ના આરાધકોને પર્યૂષણ મહાપર્વ ની આરાધના કરાવવા બીજા બે વીર સૈનિકો ની સાથે પધાર્યાં હતા. મહાવીર જન્મ વાંચન ના દિવસે પ્રભુજી ના જન્મ નું વર્ણન તેમણે ખૂબ જ સરસ રીતે કર્યું.

    પર્યૂષણ બાદ શ્રી સમ્મેતશીખરજી તીર્થ ની જાત્રા કરવાના ભાવ લઇને કોલકાતા થી પારસનાથ જવા નીકળ્યા અને કાળ ની કારમી થપાટનો શીકાર થઇ ગયા... પારસનાથ સ્ટેશન પર ટ્રૈનમાં થી ઉતરતા અકસ્માત નો ભોગ બની અરિહંતશરણ પામ્યા. ફરી એકવાર જીવન-મરણ ની અકળ અને અફર હકિકત નો અહેસાસ કરાવી ગયા.

    જેમના જીવન માં જન્મથી જ માતા-પિતાએ ધર્મ નાં સંસ્કાર સીંચેલા, તપોવન માં રહીને ધાર્મીક અધ્યયનમાં વધુ ગ્યાન મેળવીને તૈયાર થયેલા, અને કોણ જાણે કેટલાય આત્માઓને ધર્મ પમાડવાના શાસનસેવા ના ઉત્કૃષ્ટ કાર્યો કરેલા... આટલા પ્રચંડ પૂણ્યશાળી આત્માઓ પ્રત્યે પણ જ્યારે કર્મસત્તા આટલી કઠોરતા દાખવે છે, ત્યારેે લાગે છે કે ખરેખર
    *ક્યારેક પુણ્ય પણ ખૂટી જાય છે*

    પરમાત્મા આવા ઉચ્ચ કક્ષાના આત્માઓને સદ્ ગતિ જ આપે એ નક્કી જ કહેવાય... તોય આપણે શ્રી વંદન ભાઇ ના આત્માની સદ્ ગતિ માટે પરમાત્માને પ્રાર્થના કરીએ...

    પ્રભુ તેમના માતા-પિતા, ભાઇ-બ્હેન તથા પરિવાર ને આ આઘાત સહેવાની શક્તિ આપે ...


    STAY CONNECTED

    FACEBOOK
    TWITTER
    YOUTUBE