Menu
  • News paper
  • Video
  • Audio
  • CONTACT US
  • મનોજભાઈ શાહ   08 September 2018 3:03 PM

    અનાર્ય દેશ કેનેડા માં જૈન શાસન નો જય જયકાર કરનાર તપસ્વી રત્ન ૠષભ મનોજભાઈ શાહ..

    કેનેડા માં  ચાર વર્ષ થી  સ્થાયી થયાં પણ ધર્મ ના સંસ્કારો છોડ્યા નથી.
    પ્રથમ  પર્યુષણ પર્વ માં  અઠ્ઠાઈ તપ
    દ્વિતીય પર્યુષણ  પર્વ માં 
     સોળ ઉપવાસ
    તૄતિય પર્યુષણ પર્વમાં માસ ક્ષમણ  
     આ દરમિયાન આયંબિલ ની ઓળી માત્ર પાંચ જ દ્રવ્ય થી..
    એક આયંબિલ ની ઓળી શુધ્ધ આયંબિલ (માત્ર ભાત અને પાણી)
    માત્ર તેઓ જ નહીં આખો પરિવાર તપસ્વી...
    માતા દેવીકાબેને ઉપધાન માં માસક્ષમણ 
    પિતા મનોજભાઈ ને ઉપધાન તપ સજોડે..
    નાના ભાઇ મંથન જેઓ દાંતના  ડોક્ટર ઉપધાન માં 32 ઉપવાસ 
    બસ...આ બધું જોઈને ઉપધાન તપની ઉગ્ર ઇચ્છા થી કેનેડા માં રજાઓ ભેગી કરી અને નવેમ્બર મહિનામાં 
    બંધૂબેલડી આચાર્ય ભગવંત શ્રી જિનચંદૄ સાગર સૂરિ અને આચાર્ય ભગવંત શ્રી હેમચંદ્રસાગરસૂરિ  ની નિશ્રામાં સુમેરુ નવકાર તીર્થ મુકામે ઉપધાન તપની ઉગ્ર આરાધના માત્ર પાંચ જ દ્રવ્ય થી પરિ પૂણઁ  કરી. 
    સતત સાનિધ્ય અને ધમઁ પર અતુટ વિશ્વાસ અને પરમાત્મા પર અટલ શ્રધ્ધા ને લઈને નકકી કર્યું કે પરમાત્મા ની અંજનશલાકા કરેલી પ્રતિમા કેનેડામાં લઇ જવી.
    બસ...મનથી નકકી કરીને પ્રભુ પાર્શ્રવનાથ ની પ્રતિમા જે 515 વર્ષ  પ્રાચીન અને શાંતિનાથ પ્રભુની 450  વર્ષ પ્રાચીન પ્રતિમા ઉપવાસ કરી પોતાના ખોળામાં બેસાડી હવાઈ માર્ગે કેનેડા લઈ ગયા અને પોતાના ઘરમાં સ્થાપિત કરી દીધાં.હવાઈ મુસાફરી માં ઈમીગ્રેશન માં મુશ્કેલી પડી.પરંતુ કહેવાય છે કે અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી.એમ હેમખેમ પરમાત્મા ને લઈને ૠષભભાઇ કેનેડા પહોંચી ગયા.
    કેનેડા ગયા બાદ ધર્મ ને છોડયો નહીં. ઉપધાન ની માળ બાદ આજ દિન સુધી મોં ખુલ્લું રાખ્યું જ નથી.
    ત્યાર બાદ ઘર દહેરાસર ની સંભાળ-નોકરી ની જવાબદારી સાથે વર્ષીતપ નો પ્રારંભ કર્યો.
    આ પર્યુષણ પર્વ માં સિદ્ધિ તપ (બિયાસણા ને બદલે આયંબિલ )
    આરાધના માત્ર પાંચ જ દ્રવ્ય થી પરિ પૂણઁ કરી. 
    તેમના નાના ભાઇ ડો.મંથન ને અમદાવાદ માં સિદ્ધિ તપ ની આરાધના પરિપૂર્ણ કરી રહ્યા છે.
    ધન્ય આવા કુળદિપક ને...
    ધન્ય આવા તપસ્વી ને...
    જિન શાસન જયવંતુ રહો...


    STAY CONNECTED

    FACEBOOK
    TWITTER
    YOUTUBE