Menu
  • News paper
  • Video
  • Audio
  • CONTACT US
  • Shatrunjay Tirth   13 March 2018 1:28 PM

    સાધારણ ખાતામાં લાભ લેવાનો નિર્ધાર માત્ર કરે છે તે...

    શ્રી સંવેગરંગશાળા નામના મહાન ગ્રંથમાં કહેવામાં આવ્યું છે કે જે પુણ્યાત્મા વિધ - વિધ ક્ષેત્રોની ભક્તિના આશય પૂર્વક સાધારણ ખાતામાં લાભ લેવાનો નિર્ધાર માત્ર કરે છે , તે સદાયને માટે દુર્ગતિના આયુષ્યને ટાળી દે છે. 

    તો સાથોસાથ જે પુણ્યાત્મા એ સાધારણ ખાતામાં આવક કરી તેનો સુયોગ્ય વહીવટ કરી તેના દ્વારા દરેક ક્ષેત્રોની ભક્તિ સુચારુ રીતે કરે છે તો તે યાવત તીર્થંકર નામકર્મનું ઉપાર્જન કરે છે. 

    સુરીપુરંદર આચાર્ય શ્રી હરિભદ્રસૂરી મહારાજા એક સ્થળે ખૂબ ભાવપૂર્વક લખે છે કે , 

    જિનભક્તિમાં જેટલી ધનશક્તિ અને સંપત્તિ વપરાય તેટલી જ સફળ છે , બાકીની બધી જ નિષ્ફળ છે. 

    - જિનભક્તિ રૂપી સમુદ્રમાં સ્વદ્રવ્યરૂપી જળના બિંદુ અર્પણ કરવાથી સ્વદ્રવ્ય શાશ્વત અને અક્ષત બને છે. 

    - જે પુણ્યાત્માઓ જિનભક્તિમાં થોડામાંથી પણ થોડું સ્વદ્રવ્ય વાપરે તેમના પુણ્યનું વર્ણન કરવું અશક્ય છે , અર્થાત તેઓ પુણ્યાનુબંધી પુણ્ય પામી કલ્યાણની પરંપરા સર્જે છે.


    STAY CONNECTED

    FACEBOOK
    TWITTER
    YOUTUBE