Menu
 • News paper
 • Video
 • Audio
 • CONTACT US
 • કલ્યાણ મિત્ર મંડળ   23 October 2017 10:38 PM

  તીર્થ શુદ્ધિથી આતમ શુદ્ધિ

  ગિરનાર મહાતીર્થ – તીર્થ શુદ્ધિથી આતમ શુદ્ધિ

  આજીવન આયંબિલ તપના મહાતપસ્વી પ.પૂજ્ય હેમવલ્લભસૂરીશ્વરજી મ.સા. ની પાવન પ્રેરણા થકી ગિરનાર મહાતીર્થમાં નેમિનાથ દાદાની ટૂંકથી લઇ સહસાવન કલ્યાણક ભૂમિ સુધીના રસ્તાનું એક સાફ સફાઈ અભિયાન કરવાનો લાભ કલ્યાણ મિત્ર મંડળને મળ્યો હતો. નવ્વાણું જાત્રા માટે આવનાર દરેક યાત્રાળુને થોડીક શાતા મળી રહે એ ઉદ્દેશથી આ સાફ સફાઈ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. ચોમાસા બાદ દાદરા-રસ્તામાં આવી ગયેલા કાંકરા અને માટીની સફાઈ જયણા પૂર્વક કરવામાં આવી હતી સાથે પ્લાસ્ટિક તથા નકામો કચરો કોથળામાં ભરી લેવામાં આવ્યો હતો..

  ૩૦ ઉપરાંત કાર્યકરોએ સવારથી સાંજ આ અભિયાનમાં જોડાઈ તીર્થ શુધ્ધિ સાથે આત્માની પણ શુદ્ધિ થાય એવા ભાવ સાથે ઉત્સાહભેર ભાગ લીધો હતો.

  આ કાર્ય સાથે ગિરનાર મહાતીર્થ ઉપર પૂજા માટે પધારનાર ભાગ્યશાળીઓની વ્યવસ્થિત લાઈન બને એ માટેના દંડાઓ ભરાવી એક શુભ શરૂઆત કરવાનો લાભ પેઢીના કાર્યકરોએ કલ્યાણ મિત્ર મંડળ પરિવારના સભ્યોના હસ્તે કરાવ્યો હતો.


  STAY CONNECTED

  FACEBOOK
  TWITTER
  YOUTUBE