Menu
  • News paper
  • Video
  • Audio
  • CONTACT US
  • સોનુ ભીમાણી   08 September 2017 9:05 AM

    પાંચ કૂકાથી ખેલતો નાદાન માનવ

    મોટા મોટા સામ્રાજ્યનો કોઈ બાદશાહ હોય કે પછી ફેક્ટરીઓનો માલિક કોઈ કેમ ન હોય ? દસ મણ વજન ધરાવતો કોઈ અલમસ્ત માણસ કેમ ન હોય ? કરોડો ભક્તો ના ધર્મગુરૂ કોઈ કેમ ન હોય ?

    પણ.......

    પણ જો તે કંચન,કામિની,કુટુંબ,કાયા અને કીર્તિના પાંચ કૂકાની સાથે રાત દિવસ રમત રમ્યા જ કરતો હોય તો જ્ઞાનીઓની દ્દષ્ટિએ એ નાદાન બાળક જ છે...બિચારો છે...સાવ મૂર્ખનો સરદાર છે...

    પાંચ કૂકાની આ રમતે જ સર્વ જીવનો સંસાર સળગાવી નાખ્યો છે....એણે જ આપણા આત્માના અનંત સુખોને રહેંસી પીસી નાખ્યા છે...આ પાંચ કૂકાના રાગે અને દ્વેષે જ આ જીવના અનંતગુણોને દાટી દીધા..

    અરે.....કંચન,કામિની અને કુટુંબના ત્યાગીને ય કામના રોગે રગદોળી નાખ્યા...

    અરે....સાંભળો...કાયાના કૂકાને પણ જેણે ફગાવી દીધો તે સંતોને કીર્તિના કૂકાએ ધમરોળી નાખ્યા...

     ભારે માં ભારે ખતરનાક છે આ પાંચેય કક્કા....એની ઉપરના રાગ-દ્વેષ.

     આપણામાં જો બળ હોય..બુદ્ધિ હોય..સુંદર તન હોય..વિપુલ ધન હોય..તંદુરસ્ત મન હોય તો આ પાંચ કૂકાના રાગ દ્વેષને ખતમ કરી દેવા માટે જ બધી સામગ્રીને કામે લગાડી દેવી જોઈએ...એ પાંચની મમતાને મારીને જ મરવું...છેવટે એને માંદી તો જરૂર પાડી દેવી...

    એમાંય છેલ્લા કીર્તિ નામના કૂકાએ તો સંતોનાં ય જીવનોને ધમરોળી નાખ્યાં છે...

     સહુ સાવધ રહેજો આ પાપી કૂકાની રમતથી...


    STAY CONNECTED

    FACEBOOK
    TWITTER
    YOUTUBE