Menu
  • News paper
  • Video
  • Audio
  • CONTACT US
  • પ્રીતિ શાહ    11 August 2017 9:23 PM

    ગરવો ગિરનાર

    ~ જ્યાં સમુદ્રવીજય શિવાદેવી નંદન શ્રી ૨૨ માં તીર્થંકર નેમિનાથ દાદાની અદ્ભૂત અકલ્પનિય પ્રાચીનતમ મૂર્તિ જોઈને આપડા રોમ રોમ જાગી જાય તે ભૂમિ એટલે ગિરનાર

    ~ બાલ બ્રહ્મચારી શ્રી નેમિનાથ દાદા ના ત્રણ કલ્યાણક થી શોભતુ ગિરનાર

    ~ અનંતા તીર્થંકરો ની કલ્યાણક ભૂમિ એટલે ગિરનાર

    ~ ચૌદ ચૌદ શીખરબંધી અતિપ્રાચીન જિનાલય નો સમુદાય એટલે ગિરનાર

    ~ સાક્ષાત શ્રી અંબિકા દેવી અમાસ ના દિવસે જે ભૂમિ ની પ્રદક્ષિણા ફરે છે તે પાવન ભૂમિ એટલે ગિરનાર

    ~ શેત્રુંજય ની પાંચમી ટૂંક એટલે ગિરનાર

    ~ શાશ્વતુ તીર્થ ગિરનાર

    ~ ચૌદ હજાર નદીના જ્યાં નીર સમાય એવા પવિત્ર ગજપદકુંડ ભૂમિ એટલે ગિરનાર

    ~ વાદળો થી વાતો કરતું વિશ્વનું એક માત્ર જિનાલય જે કાળા ગ્રેનાઈટ થી શોભે છે એ કર્ણવિહર પ્રાસાદ જેની ગોદ માં રમે છે તે ગિરનાર

    ~ વિશ્વનું એક માત્ર શિખરબંધી સિદ્ધ આત્મા ( રહનેમી) નું જિનાલય જ્યાં શોભે છે એ ગિરનાર

    ~ રૈવતગિરિ , સુવર્ણગિરિ સિદ્ધગીરી, જેવા અસંખ્ય નામો નો તાજ છે આ ગિરનાર

    ~ હિમાંશુ દાદા ધર્મરક્ષિત તેમજ હેમવલ્લભ મ.સ. જેવા અનેક મહાન સાધુઓનો તપ જપ એટલે ગિરનાર

    ~ પેથળશા સિદ્ધરાજ મહારાજા સજ્જનમંત્રી જેવા અનેક મહાપુરુષોનું બલિદાન એટલે ગિરનાર

    ~ સૌ ચાલો નેમીજીન ના દ્વાર સૌ ચાલો જઈએ ગિરનાર

    || જય જય જય જય ગરવો ગિરનાર, મારા દિલમાં ધડકે ગિરનાર ||


    STAY CONNECTED

    FACEBOOK
    TWITTER
    YOUTUBE