Menu
  • News paper
  • Video
  • Audio
  • CONTACT US
  • રવિ શાહ    05 August 2017 9:47 PM

    પર્યુષણ સુધીમાં આ કામ થશે ?

    જૈન ઇતિહાસમાં વસ્તુપાળ-તેજપાળ
    નામના બે ભાઈઓ અમર છે.

    વર્તમાન જૈન સમાજમાં જીવદયાના મહર્ષિ
    કુમારપાળભાઈ વી. શાહ અને કલ્પેશભાઈ વી. શાહ
    સગા ભાઈ (નથી, પણ)ની જેમ સક્રિય છે.
    તેઓ વર્તમાન યુગના વસ્તુપાળ-તેજપાળ જ છે.

    કુમારપાળભાઈને તો તેમની વ્યાપક સમાજસેવા માટે
    કોઈ પણ એવોર્ડ આપો તો એ એવોર્ડ સાવ મામૂલી જ લાગે, એવી એમની દેશભરમાં વિરલ અને વૈવિધ્યપૂર્ણ સેવાઓ છે.
    ગુજરાતના તમામ જૈનોએ કુમારપાળભાઈ વી. શાહને પદ્મભૂષણ કે ભારતરત્ન જેવું સન્માન મળે
    એ માટે ગુજરાતના મુખ્યમંત્રીને સાથે રાખીને
    મક્કમ પ્રયાસ કરવા જોઈએ.

    અનેક પાંજરાપોળો, તીર્થો અને વિવિધ માનવ-સેવાનાં ક્ષેત્રોમાં મળી રહેલી કુમારપાળભાઈની સેવાઓ, જૈનોની વર્તમાન સદીની ઓળખ બની રહેશે. કલ્પેશભાઈ પણ સતત તેમની પડખે રહીને સમર્પિત રહ્યા છે.

    કુમારપાળભાઈ વર્ષો પહેલાં પોતાના પરિવારનો વિશાળ બિઝનેસ છોડીને સેવાકાર્યમાં જોડાઈ ગયા હતા.
    અત્યારે તેમના ટ્રંષ્ટને લાખો-કરોડોનું ડોનેશન આપવા દાતાઓ સામેથી વિનંતી કરે છે. કુમારપાળભાઈ આયોજન મુજબ જ ડોનેશન સ્વીકારે છે. તેઓ ડોનેશન સ્વીકારે તો દાતાઓ પોતાને ધન્ય સમજે છે.

    કુમારપાળભાઈ વિવિધ કુદરતી સંકટો વખતે માનવસેવા કરવા ઉપરાંત અનેક પાંજરાપોળ માટે જીવદયાનું ઉત્તમ કામ કરે છે. તેમના નેતૃત્વ પર સાધુઓને, રાજનેતાઓને, દાતાઓને અખૂટ વિશ્વાસ છે. તેમની સૂઝ અને પારદર્શક વહીવટને કારણે લોકો તેમને પવિત્ર સંત માને છે.

    સાચા-ખોટા જયજયકાર તો બહુ કર્યા, હવે જૈનોએ પર્યુષણ સુધીમાં આ કાર્ય માટે સક્રિય બનવું જ જોઈએ.

     


    STAY CONNECTED

    FACEBOOK
    TWITTER
    YOUTUBE