Menu
  • News paper
  • Video
  • Audio
  • CONTACT US
  • Jain Alert    26 May 2017 9:37 AM

    જિનશાસનના શણગાર.. કુમારપાળભાઈને નત મસ્તકે વંદન..!!

    ગર્વ ની વાત છે કે જૈન ધર્મ ને શ્રી કુમારપાળ વી શાહ સાહેબ જેવા અમૂલ્ય મહાપુરુષ મળ્યા છે. તેમજ ભારતભરના તીર્થો , સાધુ સાધ્વીજીયો અને જૈન સમાજ , જીવદયા - પાંજરાપોળો , કુદરતી આપદાઓ માટે તેઓ સતત કાર્યશીલ રહીને એક ઉમદા વ્યક્તિત્વ માટે સમગ્ર સમાજમાં કીર્તિમાન છે અને રહેશે. પરમ પૂજય આચાર્ય શ્રી રત્નસુદંરસુરિશ્ર્વરજી મહારાજ સાહેબ સુશ્રાવક કુમારપાલ વી શાહ ના જીવન પર પુસ્તક બહાર પાડવામાં આવ્યું " કલિયુગ ની કમાલ - કુમારપાલ વી શાહ " જ્યારે આ પુસ્તકનું પ્રકાશન થયા પછી કુમારપાલભાઇ ને જાણ થઈ ,ત્યારે કુમારપાલભાઇ નારાજ થઈ ગયા હતા , પૂજય આચાર્ય ભગવંતે એમના ગુણવૈભવ પર કરેલા લખાણ અમને ગમ્યું નથી . બે મહિના પછી સાહેબ ને વંદન માટે દિલ્લી ગયા સાહેબજી ને જોતાવેંત આપે ચરણોમાં મસ્તક મૂકી દીધું , આપની આંખોમાં આંસુ હતા , પૂજયશ્રીના આંખોમાં આંસુ હતા , શબ્દો મૌન હતા . પૂજય સાહેબજી થોડીકવાર પછી હિમ્મત કરી ને પૂછ્યું '' પુસ્તક વાંચ્યું ? '' " મારૂ મોઢું હું દર્પણ મા જોવાનું ટાલતો રહ્યું છું ત્યાં મારી જ પ્રશંસા કરતું પુસ્તક વાંચવાનો તો પ્રશ્ન કયા આવે છે ? આવો જવાબ સરલતા સાથે આપ્યો હતો . ધન્ય ધન્ય કુમારપાલ ભાઈ ... ધન્ય ધન્ય જિનશાસન


    STAY CONNECTED

    FACEBOOK
    TWITTER
    YOUTUBE